Gujarat

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર

By GS TEAM
8 May 20261 min read
TukuTouch Logo
ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે ધજા અને મનોરથના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ, ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી થશે! મંદિર કમિટીએ મનોરથના ભાવમાં વધારો કરી નવા દર જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર

Dakor Temple : ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે ધજા અને મનોરથના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ, ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી થશે! મંદિર કમિટીએ મનોરથના ભાવમાં વધારો કરી નવા દર જાહેર કર્યા છે. 

ડાકોરમાં ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો

ડાકોર મંદિર ખાતે ધજા અને વિવિધ મનોરથના ભાવમાં 2થી 4 ગણા જેટલો તોતિંગ વધારો કરાતાં આર્થિક રીતે અસક્ષમ ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી છે. છે. જેમાં ધજા આરોહણ, રાજભોગ મનોરથ, તુલસી વિવાહ સહિતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

વિવિધ મનોરથજૂના દરનવા દર
સોનાના શિખર પર ધજા ચડાવવારૂ. 610રૂ. 2500
52 ગજની ધજા ચડાવવાનારૂ. 2500રૂ. 11000
રાજભોગની બાધારૂ. 3900રૂ. 9345
કુંજ મનોરથરૂ. 5100રૂ. 11000
તુલસી વિવાહરૂ. 25000રૂ. 51000