Get The App

યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પ્રેમી પંખીડાને કાયદાનો રોફ જમાવી પ્રેમીને માર મારતા ગુનો નોંધાયો હતો

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ 1 - image

શહેરના નવલખી મેદાનમાં બેઠલા પ્રેમી પંખીડાને કાયદાનો રોફ જમાવી પ્રેમીને માર મારી મોપેડ સળગાવી નાખવાના કેસમાં સંડોવાયેલ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ગઈ તા. ૭ નવેમ્બરે રાત્રે ડભોઈના મહમદપુરા ગામે રહેતો યુવક નવલખી મેદાનમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. તે સમયે બાઈક સવાર ત્રણ શખ્સો પૈકી એક શખ્સે પોલીસનું આઇકાર્ડ બતાવી હું પોલીસમાં છું કહી યુવક પાસે લાયસન્સ તથા ગાડીના કાગળો માગ્યા હતા, જે ન હોવાથી સમાધાનના બહાને યુવકને ડંડા વડે માર માર્યો હતો. યુવક પોતાનો બચાવ કરી નાસી છૂટયો હતો. થોડીવાર પછી યુવક ઘટના સ્થળેથી પહોંચતા તેનું મોપેડ સળગેલી હાલતમાં હતું. આ ઘટનામાં પોલીસકર્મીની સંડોવણી બહાર આવતા વિગતવાર અહેવાલ પોલીસ કમિશ્નર સમક્ષ રજૂ કરાયો હતો. દરમિયાન હેડ કોસ્ટેબલ નિલેશ વનરાજ બારૈયાને સસ્પેન્ડ કરાયો છે. અગાઉ રાવપુરા પોલીસે હેડ કોસ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા (રહે- પોલીસ લાઈન, ભૂતડી ઝાંપા ) તથા હીરા ઘસવાનું કામ કરતા તેનો ભાણિયો ભૌતિક વલ્લભભીલ અને ભૌતિકનો મિત્ર ચતુર બાળુ ભારૈયા (બંને રહે-ભાવનગર) ની ધરપકડ કરી મામલતદારની રૂબરૂ આરોપીઓના ઓળખ પંચનામાની કાર્યવાહી કરી આરોપીઓને જામીન મુક્ત કર્યા હતા.