Gujarat
રાજુલા શહેરની સફાઇ કામગીરી 7 દિવસથી બંધ : વ્યાપક ગંદકી
By GS TEAM
10 Sep 20251 min read

- સફાઇ કામદારોની હડતાલ યથાવત
- કોંગ્રેસ આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
રાજુલા : રાજુલા શહેરમાં સફાઇ કામદારો પ્રયાના કોન્ટ્રાક્ટર વિરોધમાં છેલ્લા સાત દિવસથી હડતાલ પર ઉતરી ગયેલ હોય સફાઇના અભાવે ઠેર ઠેર ગંદગીના ઢગલા જોવા મળી રહ્યા છે. તો આ ગંભીર સ્થિતિને લઇ શહેર કોંગ્રેસ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
રાજુલા નગરપાલિકાના સફાઇ કામદારો દ્વારા નગરપાલિકાની ૧૫ દિવસના વારા પ્રથા બંધ કરવા, કોન્ટ્રાક્ટર પ્રથા નાબુદ કરવા તેમજ કાયમી નિમણૂંક કરીને કામદારોની સંખ્યા વધારો કરવા સહિતના પ્રશ્ને રાજુલા સફાઇ કામદારો છેલ્લા સાત દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે અને ૨૪ કલાકથી ધરણા પર બેસી ગયા છે. જેના કારણે શહેરમાં સફાઇના અભાવે ઠેર-ઠેર ગંદકીના થર જામી જતા રોગચાળાનો ભય ફેલાવા પામ્યો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી કોંગ્રેસ આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઇ છે.









