Get The App

રાજુ કરપડાએ 'આપ'ના 3 નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
રાજુ કરપડાએ 'આપ'ના 3 નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો 1 - image

- કથિત ઓડિય ક્લિપ જાહેર કરવાનો વિવાદ

- ખેડૂતોની નજરમાં ગદ્દાર સાબિત કરવા અને છબી ખરાબ કરવાના ઇરાદે કાવતરું ઘડાયું : રાજુ કરપડા

સુરેન્દ્રનગર : આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા અને પક્ષના નેતાઓ વચ્ચેનો વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. રાજુ કરપડાએ આક્ષેપ કર્યો છે કે તેમને બદનામ કરવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદમાં રાજુ કરપડાની એક કથિત ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી. આ ક્લિપમાં રાજુ કરપડા કાર્યકર વિપુલ ઠાકોર સાથે વાતચીત કરી રહ્યા હોય અને ભાજપમાં જોડાવાની તેમજ જૂના કેસોમાંથી બચવાની વાતો કરતા હોય તેવું સંભળાતું હતું. જોકે, રાજુ કરપડાએ આ ક્લિપને નકલી ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) અને અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને તેમના અવાજ જેવું ખોટું રેકોડગ ઊભું કરવામાં આવ્યું છે.

રાજુ કરપડાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને ખેડૂતોની નજરમાં ગદ્દાર સાબિત કરવા અને તેમની છબી ખરાબ કરવાના ઇરાદે આ કાવતરું ઘડવામાં આવ્યું છે. પોલીસે આ મામલે કરણ બારોટ, વિપુલ ઠાકોર અને સ્વયમભાઈ સાલવી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપની સત્યતા તપાસવા માટે તેને ગાંધીનગર ખાતે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ અવાજ અસલી છે કે ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલમાં આ કાયદાકીય લડાઈએ જોર પકડયું છે.