Gujarat

રાજકોટમાં સર્વાધિક 1502 સહિત સૌરાષ્ટ્રમાં 3352 કેસ - 2નાં મોત

By GS Team
22 Jan 20222 mins read
This article was originally published on 22 Jan 2022
રાજકોટમાં સર્વાધિક 1502 સહિત સૌરાષ્ટ્રમાં 3352 કેસ - 2નાં મોત

કોરોના બેલગામ, રાજકોટમાં 6831 દર્દીઓમાંથી મોટા ભાગનાં ઘરે સારવારમાં   જામનગરમાં કોરોનાનો કહેર યથાવત 440 કેસ, મોરબી 251, અમરેલી  135, જૂનાગઢ 69, પોરબંદર  61, દેવભૂમી દ્રારકા 55, ગીર સોમનાથ 37 નવા કેસ  રાજકોટ જિલ્લામાં 955 એકટીવ કેસ, ગોંડલમાં 58, ધોરાજીમો 48 લોકોને કોરોના 

 રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ત્રીજી લહેરમાં કોરોના પીક પોઝીશન પર સ્થિર થયો હોય છેલ્લા ચારેક દિવસથી ત્રણ હજારથી વધુ કેસ આવી રહયા છે આજે રાજકોટમાં કોરોના વિસ્ફોટ થતા સર્વાધિક 1502 સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3352 નવા કેસ નોંધાતા લોકોમાં ફરી એક વાર ભયનો માહોલ ઉભો થઈ રહયો છે આજે જામનગરમાં એક દર્દી સહિત સૌરાષ્ટ્રમાં બે દર્દીનાં મોત થયા છે. રાજયમાં કેસમાં સામાન્ય ઘટાડા સાથે કેસનો આંક 21225 થયો હતો. 

રાજકોટ શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે આખા સૌરાષ્ટ્રમાં જેટલા કેસ આવ્યા છે તેનાં અડધા એકલા રાજકોટમાં આવ્યા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કેસનો આંક 1500ને પાર કરી ગયો છે તે ચિંતાજનક છે. રાજકોટમાં 296 દર્દીઓને રજા આપવામાં આવી છે છતાં હાલ 6831 દર્દીઓ સારવાર લઈ રહયા છે. રાજકોટ ગ્રામ્યમાં પણ આજે સૌથી વધુ 252 કેસ નોંધાયા છે તેમાં ગોંડલમાં સૌથી વધુ 58, ધોરાજી 48, લોધિકા 17, જેતપુર 26, રાજકોટ તાલુકામાં 26, ઉપલેટા 27, કંડોરણા 8 અને જસદણ 7 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં હાલ 955  એકટીવ કેસ છે તેમાંથી હાલ માત્ર 22 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. 

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે હવે ઘાતક બની રહયો હોય લોકોમાં ફફડાટ ઉભો થયો છે. જામનગર શહેરમાં 330 અને ગ્રામ્યમાં 110 મળીને 440નવા કેસ નોંધાયા છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વામીનારાયણ નગરનાં 84 વર્ષિય એક વૃધ્ધનું મોત થયું છે. હાલ 63  દર્દીઓ સારવાર લઈ રહયા છે. મોરબી જિલ્લામાં કોરોનાએ ફૂંફાડો માર્યો છે આજે નવા 251 કેસ બહાર આવ્યા છે. 38  દર્દીઓ સ્વસ્થ થયા છે છતાં એકટીવ કેસનો આંક 1386 થયો છે. 

અમરેલીમાં પણ કોરોનાનો કહેર યથાવત છે આજે 135 કેસ નોંધાયા હતા જયારે  જૂનાગઢ શહેરમાં 56 અને ગ્રામ્યમાં 13 મળીને 69 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે જો કે લોકો હજુ લાપરવાહ છે. પોરબંદરમાં આજે 61 કેસ જાહેર કરવામાં આવ્યા હતા. એકટીવ કેસ 296  થયા છે. દેવભૂમી દ્રારકા જિલ્લામાં 55  કેસ નોંધાયા છે સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ દ્રારકા તાલુકાની છે આ તાલુકામાં એક દિવસમાં 39  કેસ આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 103, ગીર સોમનાથ જિલ્લામાં 37 અને બોટાદમાં ૭ કેસ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે  3352 કેસ સામે આવ્યા છે ગઈકાલ કરતા સામાન્ય ઘટાડો થયો છે. ભાવનગર અને જામનગરમાં એક - એક મોત થયુ છે.