Gujarat

રાજકોટમાં કોરોના કાગળ પર કંટ્રોલ કરશે કોર્પોરેશન! હવે કેસની વિગતો જાહેર નહીં કરવાનો વિચિત્ર નિર્ણય

By GS Team
27 Jul 20201 min read
This article was originally published on 27 Jul 2020
રાજકોટમાં કોરોના કાગળ પર કંટ્રોલ કરશે કોર્પોરેશન! હવે કેસની વિગતો જાહેર નહીં કરવાનો વિચિત્ર નિર્ણય

રાજકોટ, તા. 27 જુલાઈ 2020, સોમવાર

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોરોના મહામારી ની સ્થિતિ અત્યંત ગંભીર દિનપ્રતિદિન બની રહી છે અને શહેરમાં ત્રણ ત્રણ સચિવો આવીને ગયા બેઠકો કરી છતાં કેસોની સંખ્યા અને તેથી વધુ ગંભીર મૃત્યુની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે.

ક્યારે રાજકોટ મહાપાલિકાએ અગાઉ કોરોના ની સારવાર લેતા દર્દીઓના મૃત્યુનો વિગતો જાહેર કરવાનું બંધ કર્યા બાદ આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોના નો ચેપ ચેપ લાગ્યો હોય એવા દર્દીઓની વિગતો ઉપરાંત કયા વિસ્તારમાં કઈ સોસાયટીમાં કોને કોરોના થયો છે તે વિગતો જાહેર કરવાનું બંધ કરતા ભારે વિવાદ સર્જાયો છે.

કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે રાજકોટમાં જરૂરી નક્કર કાર્યવાહી કરીને કોરોના નિયંત્રણમાં લેવા માં તદ્દન નિષ્ફળ રહેલા સરકાર અને મહાપાલિકા હવે કોરોના ઉપર પડદો પાડી રહી છે.