Get The App

રાજકોટમાં ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા 1 - image


Rajkot GST Bribe Case: ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ રાજકોટમાં એક મોટી સફળતા મેળવી છે. સી.જી.એસ.ટી. (CGST) કચેરીના એક સુપરિન્ટેન્ડન્ટ અને તેમના વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને 20 લાખ રૂપિયાની માતબર રકમ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

ફરિયાદી સામે જી.એસ.ટી. ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે સી.જી.એસ.ટી. કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

ACBએ ગોઠવી સફળ ટ્રેપ

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમારે આ લાંચની રકમ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાને આપવા માટે સૂચના આપી હતી. એ.સી.બી.ની ટીમે રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષમાં છટકું ગોઠવ્યું હતું. જેવું આકાશ કલોલીયાએ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા સ્વીકાર્યા, કે તરત જ એ.સી.બી.એ ત્રાટકીને તેને ઝડપી લીધો હતો. આ સાથે જ સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ

એ.સી.બી.ની આ કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાગૃત નાગરિકની હિંમતને કારણે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.