Gujarat

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર, 84 તાલુકા ભીંજાયા

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
30-31 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, 2 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ પડ્યો. છોટાઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ 67 mm અને પંચમહાલના જાંબુઘોડામાં 64 mm વરસાદ નોંધાયો. અનેક વિસ્તારોમાં સારો વરસાદ થતા ઠંડક પ્રસરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર, 84 તાલુકા ભીંજાયા

Gujarat Weather News : ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 30-31 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે 04:00 થી 06:00 વાગ્યા દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. માત્ર 2 કલાકના આ ટૂંકા સમયગાળામાં રાજ્યના કુલ 84 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Screenshot_31-7-2026_7540_.jpeg

સૌથી વધુ વરસાદ ક્યાં?

આ 2 કલાકના સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાનો જેતપુર પાવી તાલુકો 67 mm (2.64 inch) વરસાદ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. આ સિવાય પંચમહાલના જાંબુઘોડામાં 64 mm (2.52 inch), છોટાઉદેપુરના કાવંટમાં 60 mm (2.36 inch) અને નસવાડીમાં 54 mm (2.13 inch) વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના કુકરમુંડા અને પંચમહાલના કાલોલ બંને તાલુકાઓમાં 40-40 mm (1.57 inch) વરસાદ નોંધાયો છે.

image.png

અશ્વિન નદીમાં ઘોડાપુર

છોટાઉદેપુરથી મળતી માહિતી અનુસાર બે કલાકમાં અતિ ભારે વરસાદને પગલે અશ્વિન નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. આજુબાજુ રહેતા ગામડાઓમાં ફફડાટ ફેલાતા લોકોએ દુકાનો ખાલી કરવા માગી હતી. નસવાડીમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

image.png

છોટાઉદેપુર જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો છોટાઉદેપુર અને કડવાલમાં 27 mm (1.06 inch), બોડેલીમાં 20 mm (0.79 inch) તેમજ સંખેડામાં 18 mm (0.71 inch) વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં મોરવા (હડફ) માં 25 mm (0.98 inch), ગોધરા માં 20 mm (0.79 inch), ઘોઘંબા માં 15 mm (0.59 inch), હાલોલમાં 6 mm (0.24 inch) અને શેહરામાં 4 mm (0.16 inch) વરસાદ પડ્યો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં 24 mm (0.94 inch), ડેડિયાપાડામાં 11 mm (0.43 inch) તેમજ ચીકડા, તિલકવાડા, સાગબારા અને નાંદોદ માં 9 mm થી 10 mm સુધીનો વરસાદ નોંધાયો છે.

નસવાડીમાં અશ્વિન નદીમાં એક યુવક ફસાઈ ગયો હતો, તંત્રને મદદની અપીલ

image.png

દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં પણ સારો વરસાદ રહ્યો છે, જેમાં ઉમરપાડામાં 22 mm (0.87 inch), સોનગઢમાં 9 mm, ઉકાઈમાં 8 mm, માંગરોળ અને મહુવામાં 7 mm થી 9 mm, જ્યારે સુરત સિટી અને વ્યારામાં 4 mm વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં 19 mm (0.75 inch) અને ડાંગના ધ ડાંગ વિસ્તારમાં 12 mm (0.47 inch) વરસાદ થયો છે. આ સિવાય વડોદરાના સિનોર (8 mm) અને દેસાર (7 mm), ભરૂચના ભરુચ અને નેત્રંત (6 થી 8 mm), દાહોદના ધનપુર (9 mm), તેમજ મહિસાગરના સંતરામપુર (15 mm) તાલુકામાં પણ ઝાપટાં પડ્યા છે. ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા અને વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 1 mm થી 10 mm સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.