Gujarat

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 10માં ઓરેન્જ એલર્ટ

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન 4 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભાવનગર, ભરૂચ, નર્મદા અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે 10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 10માં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather Updates : ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા હોય તેવું દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની નાઉકાસ્ટ હેઠળની લેટેસ્ટ આગાહી હેઠળ આજે સવારે સાત વાગ્યાથી દસ વાગ્યાના ત્રણ કલાકના ગાળામાં 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ક્યાં ક્યાં રેડ એલર્ટ

હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી અનુસાર ભાવનગર, ભરુચ, નર્મદા અને સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ

જ્યારે અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકી અન્ય ગુજરાતમાં પણ હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.