Gujarat

ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ

By GS TEAM
2 Oct 20251 min read
TukuTouch Logo
રાજ્યમાં વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આજે (2 ઓક્ટોબર) 122 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ચોટીલામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ

Rain In Gujarat : રાજ્યમાં વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આજે (2 ઓક્ટોબર) 122 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ચોટીલામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો. 

122 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, ગુરુવાર(2 ઓક્ટોબર) સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ, મેંદરડામાં 2.24 ઇંચ, જૂનાગઢ સિટીમાં 2.13 ઇંચ, કેસોદમાં 1.77 ઇંચ, મોરબીમાં 1.89 ઇંચ વરસાદ થયો છે. 

22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

અમરેલીના કુંકાવાવ વડીયા, કચ્છના અંજાર, ગાંધીધામ, રાપર, રાજકોટના ગોંડલ, જૂનાગઢ માળીયા હટીના, વિસાવદર, માણાવદર, ભાવનગરના મહુવા, સુરેન્દ્રનગર, સાયલા, ચુડા સહિત 22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો