ખેલૈયાઓના રંગમાં ભંગ! નવરાત્રિ વચ્ચે ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rain Forecast Gujarat : ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે. નવરાત્રિમાં વરસાદ વરસતાં ખેલૈયાઓના રંગમાં ભંગની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. જેમાં 27થી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 1 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે. જેમાં આવતીકાલે શુક્રવારે (26 સપ્ટેમ્બર) રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, દાહોદના છૂટાછવાયા અને વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
27-28 સપ્ટેમ્બરે ભારે વરસાદનું ઍલર્ટ
આગામી 27 સપ્ટેમ્બરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 28 સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
29-30 સપ્ટેમ્બરની આગાહી
29 સપ્ટેમ્બરે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 30 સપ્ટેમ્બરના રોજ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.









