Get The App

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા

પેસ્ટ્રી કેક પાસે ઉંદરનો વિડિયો વાયરલ થતા મિ. પફનું આઉટલેટ બંધ કરાયું

૬૮ સેમ્પલોનું સ્થળ પ૨ જ પરીક્ષણ કરાયું

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા 1 - image


મ્યુનિ. કોર્પોરેશનની ખોરાકશાખાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી આકસ્મિક ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ દરમિયાન હરણી- વારસિયા રિંગ રોડ, કારેલીબાગ, જૂના પાદરા રોડ, છાણી, નિઝામપુરા, માંજલપુર, કીર્તિ સ્તંભ, ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારોમાં દુકાન, કેન્ટીન, રેસ્ટોરન્ટ, ઉત્પાદક સહિત ૪૦ યુનિટ ખાતે ઈન્સ્પેક્શનની કામગીરી કરાઈ છે, જેમાં મીઠું, મરચાં-ધાણા-હળદર પાવડર, મગ-અડદ-ચણાદાળ, તેલ, પનીર,ઘી, આઈસ્ક્રીમ, ચટણી, થેપલા, પનીર બટર મસાલા, પાલક પનીર મળી કુલ ૯૩ ખાદ્યપદાર્થોના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરી મોકલી અપાયા હતા.

ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ મિ.પફ (મિતેષ ગ્લોબલ ફૂડ પ્રોડક્ટ્સ પ્રા.લિ) ખાતે પેસ્ટ્રી કેક પાસે ઉંદર હોવાનો વિડિયો વાયરલ થતા ખોરાકશાખાની ટીમે અહીંથી કેકના સેમ્પલ મેળવી અનહાઈજેનિક કંડીશન બદલે રૂા.૧૦ હજારનો દંડ ફટકારી દુકાન બંધ કરાવી દેવાઈ છે.

આ ઉપરાંત, મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ૨૭ યુનિટ ખાતેથી કેરીનો રસ, પનીર, બટર,ગ્રેવી સહિત ૬૮ ખાદ્યપદાર્થોના નમૂનાનું સ્થળ ૫૨જ પરીક્ષણ કરાયું હતું.