Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા

By GS TEAM
17 Nov 20252 mins read
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા

- દુધઇ ગામે ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી

- દેશી દારૂના દૂષણના કારણે નાની વયના વ્યસનથી યુવકો મોતને ભેટતા હતા અનેક રજૂઆતો બાદ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂનું દુષણ સતત વધતું જઈ રહ્યું છે નાની વયના યુવકો પણ દેશી દારૂના રવાડે ચડતા હોવાના કારણે ફેફસા લીવર ડેમેજ થઈ જતા હોય છે અને અંતે મોતને ભેટતા હોય છે તે પ્રકારની ફરિયાદ સતત મળતી રહેતી હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં જે દેશી દારૂ વેચાણ થઈ રહ્યો છે અને બનાવવામાં આવી રહ્યો છે તે બંધ કરવા મુદ્દે ગ્રામજનો દ્વારા પણ વારંવાર સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે અને દેશી દારૂના દૂષણો બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે.

આજ સંદર્ભે મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે મૂડી પોલીસ સ્ટેશનના ભવાનીગઢ ગામની સીમમાં બે જેટલી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી અને પોલીસે અંતે કાર્યવાહી શરૂ કરી છે બરોડાની કામગીરી દરમિયાન ૬૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે નદીના કાંઠે બાવનની કાંટમાં અને ખંપાળિયા ગામના માર્ગે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવવામાં આવતી હતી ત્યારે અશ્વિન માધાભાઈ દેકાવડીયા અને બહાદુર દેકાવડીયા સામે ગુનો દાખલ કરી અને આ મુદ્દે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી છે અને આ ભઠ્ઠીમાં દારૂ બનાવવામાં આવી રહ્યો હતો અને હસુ ડાભી નામના શકશે દ્વારા આ સમગ્ર ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે ૧.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મુદ્દે પણ મુલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂનું દુષણ વધતું જઈ રહ્યું છે સ્થાનિક લોકો પણ હવે દેશી દારૂ બંધ કરાવવા માટે રજૂઆત કરી રહ્યા છે કારણ કે નાની ઉંમરની પરણિત મહિલાઓ જ્યારે પતિને દેશી દારૂના નશો કરવાનું વ્યસન હોય તો તે વિધવા બની રહી છે અને દેશી દારૂ ના દૂષણથી નાની વયે યુવકોના મોત પણ થઈ રહ્યા છે અંતે પોલીસ વિભાગ સફાળું જાગી અને દેશી દારૂ બંધ કરાવવા અંગેની કાર્યવાહી શરૂ કરી છે.