Gujarat

નિર્ધારિત સમયની પહેલા સીસી રોડ ખુલ્લો મૂકાતા મજબૂતાઈ સામે સવાલ

By GS TEAM
14 Mar 20261 min read
નિર્ધારિત સમયની પહેલા સીસી રોડ ખુલ્લો મૂકાતા મજબૂતાઈ સામે સવાલ

- કરમસદ-આણંદ મનપાની બેદરકારી 

- અહિંસા સર્કલથી આણંદ સ્ટેશન બાજુ જવાની ચોકડી સુધી લાખોને ખર્ચે રોડ બનાવાયો છે

આણંદ : આણંદ-કરમસદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોમાં ટેકનિકલ બેદરકારીની પરાકા જોવા મળી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અહિંસા સર્કલથી આણંદ સ્ટેશન બાજુ જતી ચોકડી સુધીનો નવો સીસી રોડ ક્યોરિંગની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ ખુલ્લો મૂકાતા સ્થાનિકો અને જાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં અહિંસા સર્કલથી આણંદ સ્ટેશન બાજુ જવાની ચોકડી સુધી સીસીરોડ  બનાવવામાં આવ્યો હતો. જે રોડ બન્યાને ૧૦ દિવસ ઉપરનો સમય થયો હોવાથી રોડ બંધ કરી રોડની બંને બાજુ માટીના ઢગલા કરી કરવામાં આવ્યા હતા. પરંતુ કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રીતે બંધ ન કરતા જે રોડને ૧૪ દિવસ સુધી ક્યોંરિંગ કરવાનું હોય તે રોડ પર દસમાં દિવસથી જ વાહનો દોડતા થઈ ગયા હતા. કેટલાક એન્જિનિયર, ટેકનિકલ વ્યક્તિઓના જણાવ્યા પ્રમાણે, રોડને વધુ પડતો ક્યોંરિંગ કરવાની જરૂર પડતી હોય છે. ત્યારે કરમસદ-આણંદ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે દસ દિવસમાં જ અહિંસા સર્કલથી બસ સ્ટેન્ડ બાજુ જવાની ચોકડી સુધીનો રોડ શરૂ કરી દેતા તે રોડની મજબૂતાઈ અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.