Gujarat

જામનગરના રામેશ્વર નગર નજીક મધુરમ રેસીડેન્સીમાં ક્રિકેટ રમવાની બાબતે પડોશીઓ વચ્ચે ઝઘડો, સામસામી ફરિયાદ નોંધાવાઈ

By GS TEAM
13 May 20261 min read
TukuTouch Logo
બાળકોનું ઉપરાણું લઈને બે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાકડી અને ઢીકાપાટુથી મારામારી થતાં બંને પક્ષ પોલીસ સ્ટેશને પહોંચ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રામેશ્વર નગર નજીક મધુરમ રેસીડેન્સીમાં ક્રિકેટ રમવાની બાબતે પડોશીઓ વચ્ચે ઝઘડો, સામસામી ફરિયાદ નોંધાવાઈ

Jamnagar Crime : જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં ક્રિકેટ રમવાની બાબતે બે પડોશી પરિવાર વચ્ચે થયેલો બોલાચાલીનો મામલો મારામારી સુધી પહોંચતા બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 પ્રથમ બનાવમાં અરૂણાબા પ્રધ્યુમનસિંહ જેઠવાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.11/05/2026 ના રોજ સાંજના સમયે મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં આરોપી હર્ષાબા અને નરેન્દ્રસિંહ ગોહિલના દીકરા દ્વારા શેરીમાં ક્રિકેટ રમાડતા હતા અને દડો તેમના ઘરમાં આવતો હોવાથી સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ગાળો આપી નરેન્દ્રસિંહ ગોહિલે લાકડીનો ઘા મારી ઇજા પહોંચાડી તેમજ હર્ષાબાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

 બીજી તરફ નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલે પણ સામસામી ફરિયાદ નોંધાવી હતી કે તેમના દીકરા ક્રિકેટ રમતા હતા ત્યારે અરૂણાબા ઉર્ફે સંગીતાબા અને પ્રધ્યુમનસિંહ જેઠવાએ બોલાચાલી કરી ગાળો આપી હતી. ત્યારબાદ લાકડી વડે હુમલો કરતા નરેન્દ્રસિંહને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

બંને બનાવ અંગે જામ સીટી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 115(2), 352, 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ સામસામી ગુનો નોંધાવાયો છે.