અંબાજી મેળામાં ગુગલ મેપથી પદયાત્રી ઈચ્છિત સ્થાન ઉપર પહોંચી શકશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amabaji Temple: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો માઈભક્તો પદયાત્રા કરીને કે વાહન મારફતે ઉમટે છે. ત્યારે શ્રદ્ધાળુઓને વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઈલમાં જાણકારી મળી રહે તે માટે ક્યુઆર કોડ જનરેટ કરાયો છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ક્યુઆર કોડ જનરેટ કરાયો
શકિતપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યા છે અને એક ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભાદરવી પૂનમના મહામેળાનું કાઉન્ટડાઉન શરૂ, અકસ્માતના કેસમાં શ્રદ્ધાળુઓને રૂ 3 કરોડનો વીમો મળશે
મોબાઈલમાં વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને જાણકારી મળશે




