Get The App

પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો

રખિયાલમાં ત્રાસથી કંટાળી મહિલાને મગજની બિમારી થઇ

રખિયાલ પોલીસે પતિ સહિત સાસરિયા સામે ગુનો નોંધ્યો

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો 1 - image

અમદાવાદ,શનિવાર

રખિયાલમાં રહેતી મહિલાના લગ્નના ચાર વર્ષમાં સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા છે કહીને પતિ ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. પતિ સહિત સાસરિયાઓએ પરિણીતા અને તેના ભાઇને માર મારી અને પતિએ ત્રણ વખત તલ્લાક બોલીને છુટાછેડા આપ્યા હતા. આ બનાવ અંગે રખિયાલ પોલીસે પતિ સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા કહી પતિ ત્રાસ આપતો ઃ રખિયાલ પોલીસે પતિ સહિત સાસરિયા સામે ગુનો નોંધ્યો

રખિયાલમાં ૩૨ વર્ષની મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પતિ  સહિત સાસરીના છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૨૨માં સમાડના રિતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પતિ મારે તારી સાથે લગ્ન કરવા ન હતા માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા તેમ કહીને ત્રાસ આપીને મારઝૂડ કરતો હતો.

 અવાર નવાર પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળીને મહિલાને  મગજની બિમારી થઇ હતી. વર્ષ પહેલા રાતના સમયે પતિ ઘરે ન આવતા પત્નીએ ફોન કરતા ઘરે આવીને પત્નીને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મહિલાએ ફોેન કરીને ભાઇને બોલાવતા પતિ સહિત સાસરિયાઅ મહિલા અને તેના ભાઇને માર માર્યો હતો. આ સમયે પતિએ ત્રણ વખત તલ્લાક બોલીને પત્નીને તલ્લાક આપ્યા હતા.