Get The App

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી સમયે

ધક્કા મૂક્કી થતાં પોલીસ અને યુવક સામ સામે આવી ગયા

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો 1 - image

અમદાવાદ,મંગળવાર

 ચૂંટણીની મતગણતરી દરમિયાન એલડીએન્જિનિયરીંગ કોલેજમાં પીએસઆઇએ  વાસણા વોર્ડના ભાજપના કાર્યકરને પકડીને લાફો મારતાં હોબાળો મચી જવા પામ્યો હતો. યુવક મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ લઇને જતો હોવાથી અટકાવ્યો હતો જ્યાં ધક્કા મૂક્કી થતાં પોલીસ અને યુવક સામ સામે આવી ગયા હતા જેથી ઉશ્કેરાઇને પીએસઆઇએ લાફો માર્યો હતો.

મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈને જતાં વાસણા વોર્ડના ભાજપનો કાર્યકરને અટકાવતાં ઉશ્કેરાટ સર્જાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી દરમિયાન એલ.જી.એન્જિનિયરીંગ કોલેજમાં પોલીસ ચેકિંગ કરીને રાજકીય કાર્યકરોને મતગણતરી કેન્દ્રમાં જવા દેતી હતી. આ સમયે વાસણા વોર્ડના ભાજપના કાર્યકર  મતગણતરી કેન્દ્રમાં જઇ રહ્યા હતા તેમની પાસે મોબાઇલ હોવાથી પોલીસે અટકાવ્યા હતા આ સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કા મુક્કી થતાં સામ સામે આવી ગયા હતા જેથી ત્યાં ફરજ પર હજાર પીએસઆઇએ યુવકને પકડીને લાફો મારી દીધો હતો.

જેને પગલે ઉશ્કેરાટ સર્જાયો હતો ભાજપના કાર્યકરોએ સુત્રોચ્ચાર પોકારતાં વાતાવરણ ગરમાયું હતું. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ભાજપના કાર્યકરોને કન્ટ્રોલ રૃમમાં લઇ જઇને સમજાવીને મામલો થાળે પાડયો હતો.