Get The App

તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા 1 - image

ત્રણ ડમ્પર, હિટાચી સહિત રૃ.૧.૯૭ કરોડનો મુદામાલ જપ્ત

સરકારી જમીનમાં સેન્ડસ્ટોન અને સફેદ માટીનું ખનન કરતા ચાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી

થાન -  ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા થાન તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર ૫૯૨ વાળી જમીનમાં સરપ્રાઈઝ રેઇડ કરતા ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન તથા સફેદ માટીનું ખનન કરતા વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં સ્થળ પરથી ૦૩ ડમ્પર, ૦૧ હિટાચી મશીન, ૦૧ ટ્રેક્ટર સહિત ફૂલ રૃ.૧.૯૭ કરોડનો મુદામાલ કબજે કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વાહન માલિક અને ખનન કરનાર (૧) વેરશીભાઇ લાલજીભાઇ સારદીયા રહે. તરણેતર તા.થાન (૨) લગઘીરભાઇ ભીમશીભાઇ લલોતરા રહે. ડોળીયા તા.સાયલા (૩) હેમુભાઇ જીવરાજભાઇ ખમાણી રહે. તરણેતર તા.થાન અને (૪) કાળુભાઇ હેમુભાઇ ખમાણી રહે. તરણેતર તા.થાન વાળા સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી તેમજ તરણેતર ગામના તલાટી ક્મ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.