વડોદરામાં સ્થાનિકોના પ્રશ્નો અંગે ગોરવા આઈટીઆઈ પાસે દેખાવો કરી ચક્કાજામ : NSUIના કાર્યકરોની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થતાં જુદા જુદા પક્ષના સામાજિક કાર્યકરો મેદાને ઉતર્યા છે. પ્રજા સમક્ષ પોતાની હાજરી પુરાવા વિવિધ કાર્યક્રમો શરૂ કરી દેવાયા છે. ત્યારે ગોરવા આઈટીઆઈ વિસ્તારના વોર્ડ નં. 8માં સ્થાનિકોના વિવિધ મુદ્દાને નજરમાં રાખીને કોંગ્રેસની એનએસયુઆઈ પાંખે કાર્યકરોના સહારે વિવિધ મુદ્દે પ્લે કાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર શરૂ કરતાં સ્થાનિક પોલીસે કેટલાક અગ્રણી કાર્યકરોની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્ય અને પાલિકાની ચૂંટણીઓ જાહેર થતાં જ વિવિધ પક્ષોમાં ચૂંટણીઓ અંગે આવું નવા પેતરા કરીને લોકોની નજરમાં આવવા પ્રયાસ કર્યો હતો. આવા જ એક કાર્યક્રમમાં આજે કોંગ્રેસની એનએસયુઆઇન કાર્યકરો અને અગ્રણીઓ ગોરવા આઈટીઆઈ ખાતે એકત્ર થયા હતા. જ્યાં પ્લે કાર્ડ સહિત તમામે ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. પ્રાથમિક સુવિધાઓ સ્થાનિકોને નહીં મળતી મળતી હોવા અંગે પણ પ્લે કાર્ડમાં આક્ષેપો કરાયા હતા. પરિણામે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા જામતા અને એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરીને ભારે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરતાં સ્થાનિક પોલીસે એનએસયુઆઈના કેટલાક અગ્રણી કાર્યકરો સહિત એન.એસ.યુ.આઈના અગ્રણી અમર વાઘેલાની અટકાયત કરી હતી. પોલીસની અટકાયત કામગીરી વખતે એનએસયુઆઈના કાર્યકરોમાં ભારે ખેચાતાણી થતા તમામની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ હતી. પોલીસે એનએસયુઆઇના પ્રમુખ સહિત રાષ્ટ્રીય કોર્ડીનેટર દુષ્યન્ત રાજ, સુઝાન લાડમેન, તેજસ રોય, ક્રિષ્ના જોશી, આતીફ મલિક,મોઇન રાજ સહિતની અટકાયત કરવામાં આવી હતી.









