Get The App

રેલવેમાં ૩૦ હજાર પદ સરેન્ડરના વિરોધમાં ધરણા

ખાલી જગ્યાઓ ભરવા, ખાનગીકરણ બંધ કરવા સહિતના મુદ્દેડીઆરએમને રજૂઆત

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
રેલવેમાં ૩૦ હજાર પદ સરેન્ડરના વિરોધમાં ધરણા 1 - image

પશ્વિમ રેલવે કર્મચારી પરિષદ (પીઆરકેપી) વડોદરા દ્વારા આજે ડીઆરએમ ઓફિસે ધરણા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ૧ પાઠવવામા

રેલવેમાં ૩૦ હજાર પદોના સરેન્ડર તેમજ પડતર પ્રશ્નો માટે તા. ૧૫ થી ૨૯ મે દરમિયાન દેશવ્યાપી વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે. ડીઆરએમ સમક્ષ રેલવેમાં પદો ઘટાડવાના નિર્ણયનો વિરોધ કરી આદેશ પાછો ખેંચવાની માગ કરાઈ છે.

સાથે જ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતા કામના ભારને ધ્યાનમાં રાખી નવા પદોની રચના, ખાલી જગ્યાઓ ભરવા અને પ્રમોશન પ્રક્રિયા અમલમાં મૂકવાની માગ છે. રેલવેમાં ખાનગીકરણનો પણ વિરોધ કરાયો છે. ઉપરાંત, ૮મા વેતન પંચનો રિપોર્ટ અને ભથ્થાં ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલમાં મૂકવા તેમજ રાહત માટે રજૂઆત કરાઈ છે.

એકતાનગરથી વડોદરા સુધી ખાલી જગ્યાઓ હોવા છતાં ટ્રાન્સફર ઓર્ડર નહિ અપાતા નારાજગી વ્યક્ત કરાઈ છે. પ્રતાપનગર સ્થિત રેલવે હોસ્પિટલમાં સુપરવાઈઝર અને મેડિકલ વોર્ડ ફરી શરૂ કરવાની સાથે સુવિધાઓ સુધારવાની માગ પણ ઊઠી છે. રેલવે બોર્ડના નિર્દેશ છતા તમામ યુનિટ-સ્ટેશનો પર પીઆરકેપીના બોર્ડની વ્યવસ્થા અંગે પણ રજૂઆત કરાઈ છે.