Gujarat

શાળા સંચાલકો દ્વારા ફીની કરાતી ઉઘરાણીના વિરોધમાં શર્ટ કાઢીને દેખાવો

By GS Team
10 Jun 20201 min read
This article was originally published on 10 Jun 2020
શાળા સંચાલકો દ્વારા ફીની કરાતી  ઉઘરાણીના વિરોધમાં શર્ટ કાઢીને દેખાવો

વડોદરા,તા.10.જુન.બુધવાર,2020

વડોદરા શહેરમાં લોકડાઉન વચ્ચે પણ વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહેલી સ્કૂલો સામેનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે.

એક તરફ વાલીઓ ડીઈઓ કચેરી ખાતે આ મુદ્દે ફરિયાદો લઈને આવી રહ્યા છે તો બીજી તરફ વડોદરા શહેરના નાગરિક ઉપભોકતા અધિકાર નામના એક સંગઠનના સભ્યોએ ડીઈઓ કચેરી ખાતે શર્ટ કાઢીને ફી  માટે થઈ રહેલી ઉઘરાણીના વિરોધમાં દેખાવો કર્યા હતા.

આ સભ્યોનુ કહેવુ હતુ કે, ઓનલાઈન શિક્ષણ આપવાના નામે સ્કૂલોએ ફી ભરવા માટે તેમજ યુનિફોર્મ અને નોટબૂકો સ્કૂલમાંથી જ લેવા માટે વાલીઓ પર દબાણ શરુ કરી દીધુ છે.શાળા સંચાલકો ફી નહી ભરનારા વાલીઓના સંતાનોને એલસી આપી દેવાની ધમકી પણ આપી રહ્યા છે.જેની સામે ડીઈઓ કચેરી અને સરકાર લાચાર હોય તેમ લાગી રહ્યુ છે.