Gujarat

ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ

By GS TEAM
15 Nov 20251 min read
ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ

- જૂનો આરસીસી રોડ તોડયા વગર નવો બનાવવાનું આયોજન

- ચોમાસામાં પીપલવાડા, સાંઢેલી, અણદી અને ઠાસરા ગામમાં પાણીનો ભરાવો થવાની સંભાવના 

ઠાસરા : ઠાસરા, પીપલવાડા, સાંઢેલી અને અણદી ગામમાં આરસીસી રોડ તોડયા વગર ઉપર ૧ ફૂટ ઊંચો આરસીસી રોડ બનાવવાના આયોજન સામે ગ્રામજનોમાં વિરોધ ઉઠયો છે. ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થવાથી ગામમાં પાણી ફરી વળવાની સંભાવના છે. 

ઠાસરા તાલુકા મથકથી પીપલવાડા, સાંઢેલી, પોરવાડ, ફાગવેલ તરફ આરસીસી રોડ બનાવવાનું આયોજન કરાઈ રહ્યું છે. પીપલવાડા ચોકડીથી ૧૨૦ મીટર, અમદી ગામમાં ૧૦૦ મીટર, પીપલવાડા ઓમકારેશ્વર મંદિરથી બળિયાદેવ મંદિર સુધી ૭૦૦ મીટર, સાંઢેલી પ્રવેશ દ્વારાથી પોરવાડ તરફ નવી નગરી સુધી આરસીસી રોડ બનાવવાનો છે. ચોમાસામાં જે સ્થળે પાણી ભરાઈ રહે છે તેવી જગ્યાએ જૂનો આરસીસી રોડ તોડયા વગર જ એક ફૂટ ઊંચાઈનો આરસીસી રસ્તો બનાવાઈ રહ્યો છે. રોડની ઊંચાઈ ખૂબ વધી જતા ઠાસરા, પીપલવાડા, સાંઢેલી અને અણદી ગામોમાં પાણીનો ભરાવો વધવાની સંભાવના સાથે રોગચાળો ફેલાવાનો ખતરો ઉભો થયો છે. 

પીપલવાડા ગામના પ્રવેશ દ્વારાના ગેટની નીચે આરસીસી રસ્તો ઊંચો થવાના કારણે મોટા વાહનો અથડાવાથી ગેટને નુકસાન થવાની સંભાવના છે. પીપલવાડા અને આ રસ્તા ઉપર આવતા પચીસથી વધુ ગામોની 

ડાકોર મા. અને મ. સ્ટેટના જવાબદાર અધિકારીઓ ગામોની બહાર સરળતાથી વરસાદી પાણી બહાર નીકળી શકે અને ગેટને નુકસાન થતું અટકે તેવી વ્યવસ્થા કરે તેવી પીપલવાડા સહિત પચીસ ગામના લોકોની માંગણી છે.