AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા પાલિકાની આગામી તા.26મી યોજાનારી ચૂંટણી અંગે ઉમેદવારોના ફોર્મ રદ કરવા બાબતે વોર્ડ 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે અરજ કરી હતી. જેમાં એક જ વોર્ડમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીનું બે ઉમેદવારોને પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. જેથી આ બંને ઉમેદવારોના ફોર્મ રદ કરવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જે રાજ્ય ચૂંટણી આયોગના નિયમ મુજબ ગુજરાત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી પ્રતિકો અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબત અંગેનો આદેશ મુજબ તેની પેટા કલમ 9 મુજબ ચૂંટણી અધિકારી સમક્ષ એક કરતાં વધુ ઉમેદવાર માટે ફોર્મ રજૂ થાય તેવા સંજોગોમાં ચૂંટણી અધિકારી તેમની સમક્ષ જે ઉમેદવારનું ઉમેદવારી પત્ર પ્રથમ રજૂ થયું હોય અને તેવા ઉમેદવાર માટે મુદત દરમિયાન ફોર્મ રજૂ થયું હોય તેવા ઉમેદવારને પક્ષનો માન્ય ઉમેદવાર હોવાનું સ્પષ્ટ રીતે જણાવાયું છે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સહિત વડોદરા ખાતે પણ વોર્ડના લેખિત રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા મહમદ સલીમ મહમદ સઈદ અને મિતેષ નગીનભાઈ મકવાણા એમ બે વ્યક્તિને સામાન્ય બેઠક પર પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી પ્રતિકો (અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબત)માં શરતો સંતોષાતી નહિ હોવાનો તેમણે આક્ષેપ કરતા કોંગ્રેસી મહિલા ઉમેદવાર અમી રાવતે ચૂંટણી અધિકારી સમક્ષ વિવિધ નિયમોના આધારેચૂંટણી અધિકારી સમક્ષ પત્રક નમુનો 'ખ' રજૂ થયો છે. તેવા ઉમેદવારને પક્ષનો માન્ય ઉમેદવાર ગણાય. તે સિવાયના ઉમેદવારો કે જેમની તરફેણમા પણ પક્ષ તરફથી નમૂના 'ખ' મળ્યા છે તેવા ઉમેદવારોને ચૂંટણી અધિકારી તે પક્ષના ઉમેદવાર ગણશે નહીં. આમ બે વ્યક્તિને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. તેના ઉમેદવારોના ફોર્મ નામંજૂર કરવા તેમણે સઘન રજૂઆતો કરી હતી.








