Get The App

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક

નવ દિવસમાં ૧.૮૬ લાખથી વધુ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભર્યો

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક 1 - image

       

 અમદાવાદ,શનિવાર,18 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગને એડવાન્સ રીબેટ સ્કીમ અંતર્ગત એક જ દિવસમાં રુપિયા ૧૨.૧૧ કરોડ આવક થવા પામી હતી.નવ દિવસમાં ૧.૮૬ લાખથી વધુ કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરતા તંત્રને આ સ્કીમના કારણે રુપિયા ૧૬૨.૭૦ કરોડ આવક થઈ છે.

૯ એપ્રિલથી શરુ કરવામા આવેલી આ સ્કીમ અંતર્ગત શનિવારે સાંજ સુધીમાં કુલ ૧૦૪૪૨ કરદાતાઓએ એડવાન્સ મિલકતવેરો ભરતા તેમને રુપિયા ૧.૩૨ કરોડનુ ડિસ્કાઉન્ટ આપવામા આવ્યુ હતુ.પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૪૮૫૭૬ કરદાતાઓએ જયારે ઉત્તર-પશ્ચિમઝોનમાંથી  ૪૧૧૯૨ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી ૨૩૬૩૮ કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભર્યો છે.સાત ઝોનમાંથી એડવાન્સ પ્રોપર્ટીટેકસ ભરનારા કરદાતાઓને ૧૭.૫૧ કરોડ ડિસ્કાઉન્ટ આપવામા આવ્યુ છે.મધ્યઝોનમાંથી ૧૭૭૧૭ તથા ઉત્તરઝોનમાંથી ૧૫૪૨૯ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભર્યો છે.પૂર્વઝોનમાંથી ૨૦૩૭૫, દક્ષિણઝોનમાંથી ૧૯૧૦૬ કરદાતાઓએ પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ હેઠળ ભરી દીધો છે.