Gujarat

જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો

By GS TEAM
3 Sep 20251 min read
TukuTouch Logo
મુંબઈ-અમદાવાદ હાઈવે પર અવારનવાર થતો ટ્રાફિકજામ રોકવાના ઇરાદે શહેરના દક્ષિણ વિસ્તારમાં જાંબુઆથી પાલિકાની હદ સુધીના હાઈવે સુધી રોડ રસ્તાની બંને બાજુમાં ટીડીઓ સાથે મળીને દબાણ શાખાની ટીમે આડેધડ થતા પાર્કિંગ તથા દુકાનો આગળ બનાવવામાં આવેલા શેડ અને ઓટલાના દબાણો પર બુલડોઝર ફેરવીને સફાયો કરી દેવાયો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો

Vadodara Demolition : મુંબઈ-અમદાવાદ હાઈવે પર અવારનવાર થતો ટ્રાફિકજામ રોકવાના ઇરાદે શહેરના દક્ષિણ વિસ્તારમાં જાંબુઆથી પાલિકાની હદ સુધીના હાઈવે સુધી રોડ રસ્તાની બંને બાજુમાં ટીડીઓ સાથે મળીને દબાણ શાખાની ટીમે આડેધડ થતા પાર્કિંગ તથા દુકાનો આગળ બનાવવામાં આવેલા શેડ અને ઓટલાના દબાણો પર બુલડોઝર ફેરવીને સફાયો કરી દેવાયો હતો. જ્યારે રેસીડેન્સીયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવે તેવી સમજ સ્થાનિકોને આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે જાંબુઆથી પાલિકાની હદ વિસ્તારના નેશનલ હાઈવે સુધીના રોડ રસ્તા પર આડેધડ થતાં વાહન પાર્કિંગ અંગે ચાલકોને ટીડીઓ દ્વારા મેમો ફટકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત દુકાનોની આગળ બનાવેલા કાચા પાકા શેડ અને કેટલીક દુકાનો આગળ ગેરકાયદે બનાવવામાં આવેલા પાકા ઓટલા પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા. 

જ્યારે બીજી બાજુ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વાહન પાર્ક કરવામાં આવે એવી સમજ સ્થાનિકોને આપવાની કાર્યવાહી દબાણ શાખા અને ટીડીઓ વિભાગ દ્વારા આપવામાં આવી હતી.