Gujarat

કચ્છમાં ૩૦.૭૬% ગૌધન છતા ૪૮૬.૪૬ હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
કચ્છમાં ૩૦.૭૬% ગૌધન છતા ૪૮૬.૪૬ હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ

ભુજ,બુધવાર

રાજયમાં ૩,૭૭૭.૩૮ હેક્ટર ગૌચરની જમીન ઉપર ગેરકાયદે દબાણ આચરવામાં આવ્યુ છે. જે પૈકી છેલ્લા પાંચ વર્ષમાં ૨૨૭૨.૬૭ હેક્ટર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનો સરકારે એકરાર કરેલો હતો. કચ્છમાં પણ ૪૮૬.૪૬ હેક્ટર ગૌચર જમીન ઉપર ગેરકાયદે દબાણ આચરવામાં આવ્યુ છે. ગત વિાધાનસભા સત્રમાં રાજય સરકારે દાવો કર્યો હતો કે, વર્ષ- ૨૦૧૪-૧૫થી ૨૦૧૮- ૧૯ એમ પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે ૨૨૭૨ હેક્ટર ગૌચર પરાથી ગેરકાયદે દબાણ દુર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

 છેલ્લે વર્ષ- ૨૦૧૨માં ૧૯ મી પશુાધન ગણના મુજબ કુલ પશુાધન ૧૮૯૬૪૯૧ સામે સૌથી વધુ  ગૌધન ૩૦.૭૬ % રહેવા પામ્યુ હતુ. કચ્છ જિલ્લાનું પશુાધન ગુજરાતના પશુાધનના ૭% જેટલુ થાય છે. ગાય ભેંસ વર્ગના પશુઓને ગણતરીમાં લેતા બનાસકાંઠા-સાબરકાંઠા બાદ કચ્છ જિલ્લો ત્રીજા નંબરે છે. વર્ષ- ૨૦૧૨માં થયેલ પશુ ધન વસ્તી ગણતરી અનુસાર વર્ષ- ૨૦૦૭ની સરખામણીએ ગાય વર્ગના પશુઓમાં ૫૦.૦૯% અને ભેંસ વર્ગના પશુઓમાં ૬૬.૧૨% જેટલો ધરખમ વાધારો નોંધાય છો. સામે ઘેટા બકરાની વસ્તીમાં અનુક્રમે ૧૦.૨૮ અને ૧૭.૨૬% જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે, કચ્છમાં ૩૦.૭૬% ગૌધન હોવા છતા ૪૮૬.૪૬ હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ હોય તે ચલાવી લેવાય તેમ નાથી.

ગુજરાતમાં પશુઓની વસતિ સામે લઘુતમ જરૃરિયાત કરતા ઓછુ ગૈાચર છે છતા જુદા જુદા હેતુસર જમીન ફાળવણી કરાય છે. ઉનાળાનો આરંભ થઈ ચૂક્યો છે બપોરે લમણા શેકતી ગરમીનો રાઉન્ડ શરૃ થયો છે ત્યારે કચ્છના પશુપાલકો મૂંગા પશુઓને જીવાડવા દૂર દૂરાથી ઘાસચારો લાવવા મજબૂર બન્યા છે. કચ્છના કેટલાક ગામોમાં ગૌચર નાથી અને  જ્યાં ગૌચર છે ત્યાં મોટાપાયે દબાણો થયા છે. તંત્રએ દબાણો હટાવ્યા પછી ફરીથી દબાણો થઈ ગયા છે. 

કચ્છ જિલ્લામાં ૧ લાખાથી વધુ પશુપાલકો પાસે પોતાની માલિકીની જમીનનાથી અને આવા પશુપાલકો અન્ય ખેડૂતો ઉપર નિર્ભર રહી ઘાસચારો મળે તો મૂંગા પશુઓની ભૂખ સંતોષી રહ્યા છે. ગત ચોમાસા દરમ્યાન કચ્છ જિલ્લામાં ઓછા વરસાદાથી શિયાળો પૂરો થાય તે પહેલાં ઘાસચારાની અછત સામે આવી છે. આગામી ૧પ-ર૦ દિવસમાં જ સરકાર મૂંગા પશુઓ માટે ઘાસચારાની  વ્યવસૃથા ઉભી નહીં કરે તો સિૃથતિ વધુ વણસે તેવી દહેશત છે. કચ્છમાં ગૌચર ખુલ્લા છે ત્યાં મૂંગા પશુઓને ચારો ચરવાનું તો દૂર પરંતુ છાંયડો પણ નસીબ ન થાય તેવી સિૃથતિ પેદા થઈ છે.