Gujarat

વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે

By GS TEAM
24 May 20261 min read
વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે પહેલી મીટિંગમાં પ્રમુખ- ઉપપ્રમુખને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આવતીકાલે આઠ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો જાહેર કરાશે.

વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા ઓબીસી માટે અનામત હોવાથી કરજણની ચોરંદા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા સદસ્યને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે, ઉપપ્રમુખ પદ સયાજીપુરાના સદસ્યને ફાળવવામાં આવ્યું હતું.

ગઇકાલે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૃપે ફોર્મ ભરવામાં આવ્યા બાદ આજે જિલ્લા પંચાયતના સભાગૃહમાં કલેક્ટરના અધ્યક્ષ પદે યોજાયેલી પહેલી મીટિંગમાં બંને હોદ્દેદારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ પંચાયતના પ્રાંગણમાં ડીજે સાથે કાર્યકરોએ ઉજવણી કરી હતી.

હવે જિલ્લાની આઠ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ બાકી હોવાથી આવતીકાલે તમામ પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખના મેન્ડેટ આપી નામ જાહેર કરવામાં આવશે અને પછી તેમના ફોર્મ ભરાવવામાં આવશે.ત્યારપછી તા.૨૫મીએ ઔપચારિકતા પૂરતી ચૂંટણી યોજાશે.