Get The App

અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારમાં કાલે સવારે ચાર કલાક વીજળી બંધ

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારમાં કાલે સવારે ચાર કલાક વીજળી બંધ 1 - image

Vadodara : વડોદરામાં ત્રાહિમામ ગરમીના દિવસો હજી પુરા નથી થયા. તાપમાન 40 ડિગ્રી આસપાસ છે. અંગ દઝાડતી ગરમીમાં અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારના લોકોને આવતીકાલે દિવસ ઉગતા જ ગરમીમાં સતત ચાર કલાક બફાવું પડશે. જેટકો દ્વારા વડસર સબ ડિવિઝનમાં જરૂરી રીપેરીંગ (બસ શટલ ડાઉન)ની કામગીરી અંગે કાલે તા.17, રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે. જરૂરી રીપેરીંગ પૂરું થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ સપ્લાય પુનઃ ચાલુ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે ઉનાળાના દિવસો હજી પૂરા થયા નથી. ગરમીનું તાપમાન 40 ડિગ્રી આસપાસ થયું છે. છતાં પણ અંગ દઝાડતી ગરમીમાં અટલાદરા, લોટસ ફીડર આસપાસના વિસ્તારમાં જેટકો દ્વારા 66 કે.વી. વડસર સબ સ્ટેશનમાં જરૂરી રીપેરીંગ (બસ શટ ડાઉન)ની કામગીરી અંગે આટલાદરા સબ ડિવિઝનના લોટસ ફીડર વિસ્તારમાં આવતીકાલે તા.17, રવિવારે સવારે 6 થી 10 વાગ્યા સુધી વીજ સપ્લાય બંધ રહેશે. રીપેરીંગ કામ પૂરું થયા બાદ વીજ સપ્લાય કોઈ પણ જાતની જાણ કર્યા વિના ચાલુ કરી દેવાશે તેમ વિશ્વામિત્ર પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું હતું.