Gujarat

વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો

By GS TEAM
24 Feb 20261 min read
TukuTouch Logo
ડોદરા શહેરના અકોટા ગામ પાસે આવેલ અકોટા ચાર રસ્તાથી મુજમહુડા તરફ જવાના માર્ગે દુલા શેઠ ગાર્ડન પાસે થોડા દિવસ અગાઉ ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરી એકવાર જમીન બેસી જતા ત્યાં ભૂવો પડ્યો છે. વારંવાર એક જ જગ્યાએ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો

image : Filephoto

Vadodara Potholes : વડોદરા શહેરના અકોટા ગામ પાસે આવેલ અકોટા ચાર રસ્તાથી મુજમહુડા તરફ જવાના માર્ગે દુલા શેઠ ગાર્ડન પાસે થોડા દિવસ અગાઉ ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરી એકવાર જમીન બેસી જતા ત્યાં ભૂવો પડ્યો છે. વારંવાર એક જ જગ્યાએ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે.

અહીંના રહીશોનું કેવું છે કે અગાઉ આ જગ્યાએ ભૂવો પડ્યો હતો તે બાદ પાલિકાએ અહીં માટી પુરાણ કરી રસ્તો સમતલ કર્યો હતો અને થોડા દિવસોમાં ફરી આજ જગ્યાએ ભૂવો પડી ગયો છે. વારંવાર એક જ જગ્યાએ ભૂવો પડવાના કારણે આ રોડનું નામ ભૂવા માર્ગ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે!