Gujarat
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણી થશે
By GS TEAM
11 May 20261 min read

વડોદરાઃ વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવશે.
વડોદરા જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયતો અને ચાર નગર પાલિકાઓમાંથી ડભોઇ સિવાય પાદરા,સાવલી અને કરજણ મળી ત્રણ નગર પાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી.ત્યારબાદ ભાજપ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન,પક્ષના નેતા અને દંડકના હોદ્દા માટે સેન્સ પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.
જિલ્લા હોદ્દેદારો દ્વારા સંકલન સમિતિની મીટિંગ બોલાવી દરેક હોદ્દા માટે ત્રણ નામોની યાદી બનાવી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવી હતી.પરંતુ વડાપ્રધાનનો વડોદરાનો કાર્યક્રમ નક્કી થતાં નામોની જાહેરાત મુલતવી રાખવામાં આવી હતી.








