Get The App

વડોદરા - ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા - ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ  ટ્રેન 1 - image

સોમવાર હોળી અને પૂનમ તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા તા. ૩ અને ૪ માર્ચે વડોદરા અને ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. વડોદરા - ડાકોર પૂનમ સ્પેશિયલ ટ્રેન વડોદરાથી સવારે ૧૦:૪૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે ૧૨ :૦૫ વાગ્યે ડાકોર પહોંચશે. રિટર્ન ડાકોર - વડોદરા પૂનમ સ્પેશિયલ ટ્રેન ડાકોરથી બપોરે ૩:૫૦ વાગ્યે પ્રસ્થાન કરી સાંજે ૫ :૧૦ વાગ્યે વડોદરા પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં આણંદ અને ઉમરેઠ સ્ટેશનો પર રોકાશે.