Get The App

અજબડી મિલ નજીક સ્ક્રેપની બે દુકાન પર પોલીસની રેડ

વાહનો તોડવા માટે આર.ટી.ઓ.માંથી કોઇ પરમિશન લીધી નહતી : ચાર એન્જિન કબજે

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
અજબડી મિલ નજીક સ્ક્રેપની બે દુકાન પર પોલીસની રેડ 1 - image

વડોદરા, પોલીસની  પરમિશન અને આર.ટી.ઓ.ની એન.ઓ.સી. વગર સ્ક્રેપનો ધંધો કરતા બે વેપારીની ત્યાં સિટિ પોલીસે તપાસ હાથ ધરી ગુનો દાખલ કર્યો છે.

સિટિ પોલીસને માહિતી મળી હતી કે,વાહનો સ્ક્રેપ કરતા વેપારીઓ પોલીસ સ્ટેશનને કોઇપણ જાતની જાણ કર્યા વિના બારોબાર વાહનોની ખરીદી કરે છે. તેમજ આર.ટી.ઓ.ની એન.ઓ.સી.  પણ તેઓ લેતા નથી. જેથી, પોલીસની ટીમે અજબડી મિલ રોડ પર આવેલ  હિન્દ સ્ક્રેપ   તેમજ તેની બાજુમાં આવેલ એસ.મી.નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી.  પહેલી દુકાનમાં માલિક મોઇન ઇકબાલભાઇ શેખ (રહે. યાકુતપુરા, સરસિયા તળાવ પાસે) તથા બીજી દુકાનના  મેનેજર  આમીર બાબુભાઇ શેખ (રહે. બોરસલ્લી એપાર્ટમેન્ટ, આજવારોડ)  હાજર  મળી આવ્યા હતા. બંને દુકાનમાં કોઇ રજિસ્ટર બનાવવામાં આવ્યું નહતું.પોલીસે ગુનો દાખલ કરી ચાર વાહનોના એન્જિન તથા એક બાઇક કબજે લીધી છે.