Get The App

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ

વોન્ટેડ બૂટલેગર અને તેની બહેન સહિત ૮ ભાગીદાર : પોણા બે લાખનો દારૃ કબજે

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ 1 - image

વડોદરા,વડસર ગામ ગોચરની જગ્યામાં તથા વિશ્વામિત્રી નદીના કોતરમાં ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મહિલા બૂટલેગરને ઝડપી પાડી પોણા બે લાખનો દારૃનો જથ્થો કબજે કર્યો હતો. 

વડસર ગામમાં છેલ્લા કેટલાક સમયથી વધી ગયેલા દારૃના દૂષણથી લોકો ત્રસ્ત થઇ  ગયા હતા.  જે અંગે વારંવાર ફરિયાદો થતી હતી. માંજલપુર પોલીસે તપાસ શરૃ કરી  હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે,  વડસર ગામ ભાલીયાવાસમાં  રહેતી પ્રેમિલાબેન નથુભાઇ મારવાડી તથા તેનો ભાઇ અર્જુન મારવાડી ભેગા મળીને દારૃનો ધંધો કરે છે. હાલમાં પણ વેચાણ ચાલુ છે. જેથી,માંજલપુર પોલીસે લોકોને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. પોલીસની પૂછપરછમાં પ્રેમિલાબેને જણાવ્યું હતું કે, હું તથા મારો ભાઇ અર્જુન મારવાડી, જશવંત મારવાડી, રોહન ભાલીયા, વિષ્ણુ ભાલીયા,  સાગર, વાલીબેન તથા રમેશ નોન ભાગીદારીમાં દારૃનો ધંધો કરીએ છે. દારૃ મારો ભાઇ અર્જુન મગાવે છે.  પોલીસે દારૃની ૬૮૧ બોટલ કિંમત રૃપિયા ૧.૭૪ લાખની કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે,અર્જુન મારવાડી એસ.એમ.સી.ની રેડમાં પણ વોન્ટેડ છે.