Get The App

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા 1 - image

Jamnagar Gambling Raid : જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ દ્વારા પ્રોહિબિશન અને જુગાર વિરોધી પેટ્રોલિંગ દરમિયાન સાધના કોલોની વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

 માહિતી મુજબ, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ કાનાણી તથા સ્ટાફ દ્વારા ગઈ કાલે સાંજે સાધના કોલોની મેઈન ગેટ નજીક ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીની ખાતરી કર્યા બાદ બે પંચોની હાજરીમાં રેડ પાડવામાં આવતા ચાર વ્યક્તિઓ ભારતીય ચલણી નોટોના નંબર પર 1) પુસુફભાઈ મુસાભાઈ દેસરાણી (ઉંમર 41 વર્ષ) 2) દિનેશ ઉર્ફે ટકો રમણીકભાઈ લખીયર (ઉંમર 45 વર્ષ) અને 3) નિતીન ઉર્ફે કુરબાની ચમનભાઈ વશીયર (ઉંમર 58 વર્ષ), તેમજ 4) ભરતભાઈ ઉર્ફે ભીખાભાઈ વજશીભાઈ ડાંગર (ઉંમર 51 વર્ષ)  “એકી-બેકી” નામનો જુગાર રમતા ઝડપાયા હતા.

પોલીસે સ્થળ પર આરોપીઓ પાસેથી કુલ રૂ. 15,300 જેટલો રોકડ મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં જુગાર માટે વપરાતી ચલણી નોટોનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન તમામ મુદામાલ પંચનામા હેઠળ કબજે કરવામાં આવ્યો છે.