Get The App

વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા 1 - image

Vadodara Liquor Party : વડોદરાના હરણી વિસ્તારની સોસાયટીમાં મકાનમાંથી પોલીસે દારૂ પીધેલી હાલતમાં ચાર મિત્રોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

હરણી પાણીની ટાંકી પાસે આવેલી સાઇન સોસાયટીના મકાનમાં કેટલાક લોકો દારૂ પીધેલી હાલતમાં હોવાની વિગતો મળતાં પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન ચાર મિત્રો દારૂના નશામાં પકડાઈ ગયા હતા.

પકડાયેલા આરોપીઓમાં (1) પાર્થ જયેશભાઇ મિસ્ત્રી (સાઈન સોસાયટી,હરણી) (2) બિમલ દિલીપભાઈ દવે(બંસી રેસીડેન્સી, અટલાદરા) (3)આલાપ દત્તાત્રે ગાયકવાડ (વલ્લભ કુટીર, સેમ્પલ રેસીડેન્સી પાછળ,ગોત્રી) અને (4) અક્ષય મનીષભાઈ ગુજરાથી(પાર્ક અભય સોસાયટી, કારેલીબાગ) નો સમાવેશ થાય છે.