Gujarat

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ

By GS TEAM
12 Nov 20251 min read
કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને  ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. કઠવાડામાં યુવક સોસાયટીના પાર્કિંગમાં બેઠો હતો ત્યારે રિક્ષામાં બે શખ્સો આવ્યા હતા અને તું અહિનો દાદા થઇ ગયો છે, કેમ મારા મિત્ર સાથે તકરાર કરી હતી. કહીને મારા મારી કરીને ચાકુના ઘા માર્યા હતા. લોહી લુહાણ ગંભીર હાલતમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક સોસાયટી પાર્કિગમાં બેઠો હતો રિક્ષામાં  આવેલા શખ્સોએ મારા મારા કરી હુમલો કર્યો ઃ નિકોલ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

કઠવાડા ખાતે નર્મદાનગર આવાસ યોજનાના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સહીત બે લોકો

સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૧ વાગે  ફરિયાદી યુવક સોસાયટીના પાર્કિગમાં બેઠો હતો આ સમયે પડોશી યુવક રિક્ષા લઇને આવ્યો હતો તેનો મિત્ર પાછળની સીટમાં બેઠેલો હતો.

 આરોપીએ આવીને તું અહિનો દાદા થઇ ગયો છે તે મારા મિત્ર સાથે કેમ તકરાર કરી હતી કહીને મારા મારી કરી હતી અને ગાળો બોલીને ચાકુથી હુમલો કરતાં  બાળડા અને પાંસળીમાં ઇજા થતાં યુવકને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.