Gujarat
કારને નુકસાન કરતા કિશોરને કોઇ જોઇ જતાં ગભરાઇને ઘર છોડયું,પોલીસે શોધી કાઢ્યો
By GS TEAM
17 Mar 20261 min read

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં ગઇરાત્રે ઘર છોડીને ચાલ્યા ગયેલા વિદ્યાર્થીને શોધવા માટે લક્ષ્મીપુરા પોલીસની ટીમો કામે લાગતાં મધરાતે સુરક્ષિત મળી આવ્યો હતો.
સમતા વિસ્તારમાં રહેતો ૧૨વર્ષનો એક કિશોર ઘર નજીક પાર્ક કરેલી કારને નુકસાન કરતો હોવાથી કોઇ જોઇ ગયું હતું.જેથી ગભરાઇ ગયેલો કિશોર ત્યાંથી ભાગી ગયો હતો.
મોડીરાત સુધી તેનો પત્તો નહિ લાગતાં પરિવારજનોએ સમતા પોલીસ ચોકી પર જાણ કરીહતી.ત્યારબાદ લક્ષ્મીપુરાના પીઆઇ ગાયત્રી રાજપૂતે જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતા.આ ઉપરાંત પોલીસ અધિકારીઓના ગુ્રપમાં પણ મેસેજ મુકવામાં આવ્યા હતા.જેથીગોરવા પોલીસે મધરાત બાદ કિશોરને શોધી કાઢી પરિવારને સુરક્ષિત સોંપ્યો હતો.








