Get The App

અશક્ત મતદારને ઉંચકીને મતદાન કુટિર સુધી લઇ જતી પોલીસ

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની સાથે પોલીસે સામાજિક ફરજ અદા કરી

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
અશક્ત મતદારને  ઉંચકીને મતદાન કુટિર સુધી લઇ જતી  પોલીસ 1 - image

 વડોદરા,આજે  સવારથી શરૃ થયેલા મતદાનમાં પોલીસે કાયદો અને વ્યવસ્થાનિ પરિસ્થિતિ જાળવવાની સાથે મતદારોને મતદાન કરવા માટે મદદરૃપ થવાની ફરજ બજાવી હતી.

મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં થયેલા મતદાન દરમિયાન પોલીસે દિવ્યાંગ, સિનિયર સિટિઝન, બીમાર, અશક્ત લોકોને મતદાન કુટિર સુધી  પહોંચાડયા હતા. ગોરવા વિસ્તારમાં એક મતદારને પગે ફ્રેક્ચર હોઇ તેને વ્હિલ ચેરમાં પોલીસ લઇ ગઇ હતી. તાંદલજામાં દિવ્યાંગ મતદારને પોલીસ મદદરૃપ થઇ હતી. વાઘોડિયા રોડ, આજવારોડ, ચાપડ, બિલ, ખલીપુર ગામ વગેરે સ્થળોએ પોલીસે લોકોને મદદરૃપ થઇ પોતાની ફરજ નિભાવી હતી. અજબડી મિલ નજીક એમ.ઇ.એસ. સ્કૂલમાં તો એક દિવ્યાંગ મતદારને પોલીસ જવાન ઉંચકીને કુટિર સુધી લઇ ગયો હતો. તેવી જ રીતે કિશનવાડી વિસ્તારમાં સરકારી સ્કૂલમાં મતદાન કરવા આવેલી વયોવૃદ્ધ મહિલાને પણ પોલીસ વ્હિલ ચેરમાં કુટિર સુધી લઇ  ગઇ હતી.