Gujarat
ભરૂચના કસક વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
By GS Team
23 Nov 20211 min read
This article was originally published on 23 Nov 2021

ભરૂચ:સી ડીવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કસકમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટમાં છાપો મરાયો હતો. આ એપાર્ટમેન્ટમાં વડોદરા મેહતાવાડી સુલેમાની બેન્ક પાસે નાગરવાડા વિસ્તારમાં રહેતો મોગલ મીરાશાહ મસ્તાનવલી મીરા આર્યુવેદિક સેન્ટર ચલાવતો હતો. જેની પાસે ડીગ્રી અને અન્ય કાગળો માગતા તે મળી આવ્યા નહોતા. આ બોગસ ડોક્ટર હોવાથી પોલીસે તેની પાસેથી મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે તેની સામે મેડીકલ પ્રેક્ટીશનરની કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




