Get The App

'બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો', જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સંબોધન

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
'બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો', જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સંબોધન 1 - image


PM Modi in Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે(10) રાત્રે જામનગરમાં હાલારી પાઘડી પહેરીને વડાપ્રધાને સંબોધન કર્યું હતું. જામનગરની જનસભા સ્થળે પીએમના સ્વાગતમાં વિશાળ જનમેદની ઉમટી હતી. સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, 'બંગાળ પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો...' જ્યારે હવે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન આવતીકાલે સોમવારે(11 મે) સવારે સોમનાથ જશે.

જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સંબોધન

વડાપ્રધાન મોદી 10-11 મે બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. રવિવારે(10 મે) જામનગરમાં પીએમ મોદીની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. આ દરમિયાન લોકગાયક કીર્તીદાન ગઢવીની સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી

જ્યારે સોમવારે(11 મે) પીએમ મોદી સવારે જામનગર સર્કિટ હાઉસથી મોટર માર્ગે એરફોર્સ સ્ટેશન જવા રવાના થશે. જેમાં તેઓ હેલિકોપ્ટર મારફતે સોમનાથ મહાદેવના દર્શન માટે પ્રસ્થાન કરશે.

જામનગરમાં પીએમ મોદીનું સંબોધન