Gujarat

સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ

By GS TEAM
26 Feb 20262 mins read
TukuTouch Logo
ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા સાણંદમાં ₹22,516 કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, જે ભારતીય ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવું માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ

Semiconductor ATMP Plant In Sanand : ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા સાણંદમાં ₹22,516 કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, જે ભારતીય ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવું માનવામાં આવે છે. 

માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદન અને રોજગારીની ક્ષમતા

આ પ્લાન્ટમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD) જેવા સ્ટોરેજ ઉપકરણો તેમજ DRAM અને NAND પ્રકારના મેમરી ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. હાલમાં આ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને 5000 થશે. નોંધનીય છે કે, આ ટીમમાં દિવ્યાંગ નાગરિકોને પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે રોજગારી આપીને સમાવેશ કરવામાં આવ્યો છે.

રેતીથી ચિપ સુધીની સફર: કેવી રીતે કામ કરશે આ પ્લાન્ટ?

આ પ્લાન્ટમાં થતી કામગીરી ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતીમાંથી શુદ્ધ સિલિકોન અલગ કરવાથી શરૂ થાય છે, જેને ઓગાળીને સિલિન્ડર (ઇનગોટ) બનાવાય છે અને ત્યારબાદ તેના બારીક ટુકડા કરીને 'વેફર્સ' તૈયાર કરવામાં આવે છે. ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ફોટોલિથોગ્રાફી દ્વારા ઇલેક્ટ્રિક પેટર્ન અને ટ્રાન્ઝિસ્ટર્સ કંડારીને મેમરી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ વેફર્સ સાણંદના ATMP પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેની એસેમ્બલી, સ્પીડ અને મેમરીનું સચોટ ટેસ્ટિંગ, માર્કિંગ અને અંતે પેકેજિંગ કરવામાં આવે છે. 

આ પણ વાંચો: સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત

સાણંદ પ્લાન્ટમા બનતા ઉત્પાદનો AI ટેક્નોલોજી માટે જરૂરી

માઇક્રોનના CEO સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં ડેટા પ્રોસેસિંગ માટે અદ્યતન મેમરી અને સ્ટોરેજ અનિવાર્ય છે. સાણંદમાં બનતી આ ચિપ્સ વૈશ્વિક સ્તરે AI ટેક્નોલોજીની માગ પૂરી કરવામાં મદદરૂપ થશે.