Gujarat

PG ડેન્ટલ-નીટ હવે બીજી મેએ લેવાશે ઃ ફોર્મ ભરવા ફરી મુદત

By GS Team
2 Mar 20221 min read
This article was originally published on 2 Mar 2022
PG ડેન્ટલ-નીટ હવે બીજી મેએ લેવાશે ઃ ફોર્મ ભરવા ફરી મુદત

અમદાવાદ,

પીજી ડેન્ટલ એટલે કે એમડીએસમાં પ્રવેશ માટેની નીટ રીશિડયુલ કરી દેવાઈ છે અને આજે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા નવી તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. જે મુજબ હવે બીજી મેના રોજ દેશભરમાં પીજી ડેન્ટલ નીટ લેવાશે.

પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટની તારીખ બદલાયા બાદ હવે પીજી ડેન્ટલ માટેની નીટની તારીખ પણ બદલી દેવાઈ છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આજે નવી તારીખ સાથેનો નવો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૨જી મેએ નીટ લેવાશે. અગાઉ ૬ઠ્ઠી માર્ચે નીટ લેવાનાર હતી અને જે માટે ૪ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામા આવ્યુ હતુ.પરંતુ હવે પીજી ડેન્ટલ નીટ બે મહિના પાછી ઠેલાતા ઓનલાઈન ફોર્મ ભરવા ફરી મુદત અપાશે.અગાઉ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી તેઓ ૨૧થી૩૦ માર્ચ સુધી ફોર્મ ભરી શકશે.

આ દરમિયાન ફોર્મ ભરનારા જ ૧લી એપ્રિલથી ૪ એપ્રિલ સુધી ઓનલાઈન ર્ફોર્મમાં વિગતો સુધારી શકશે.૨૫મી એપ્રિલે એડમિટ કાર્ડ જાહેર થશે અને બીજી મેએ પરીક્ષા લેવાશે. એક્ઝામિનેશન બોર્ડે અગાઉ પીજી ડેન્ટલ માટેની ઈન્ટર્નશિપ કટઓફ ડેટ પણ બદલી છે અને હવે ૩૧ જુલાઈ ઈન્ટર્નશિપ કટઓફ ડેટ કરવામા આવી છે.આમ હવે પીજી મેડિકલ અને પીજી ડેન્ટલ બંનેની નીટ માટે ઈન્ટર્નશિપ કટઓફ ડેટ ૩૧ જુલાઈ કરી દેવાઈ છે.