Gujarat

જૂન માસથી ભાવનગર-ઓખા ટ્રેનમાં કાયમી થર્ડ એસી કોચ લાગશે

By GS TEAM
14 Apr 20261 min read
જૂન માસથી ભાવનગર-ઓખા ટ્રેનમાં કાયમી થર્ડ એસી કોચ લાગશે

હાલ અસ્થાયી રૃપે કોચ જોડાયેલો છે

યાત્રિકોને સુવિધાની સાથે વધુ આરક્ષિત બેઠકો ઉપલબ્ધ કરાવવા નિર્ણય

ભાવનગર -  ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેનમાં જોડાયેલા થર્ડ એસી કોચને આગામી જૂન માસથી સ્થાયી રીતે જોડી રાખવામાં આવશે

યાત્રિકોની વધતી માંગ, સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં આગામી જૂન માસથી તૃતીય શ્રેણીનો વાતાનુકૂલિત કોચ કાયમી ધોરણે લગાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. ૧લી જૂનથી ભાવનગર ટમનસથી ઉપડતી ઓખા ટ્રેનમાં અને ૨જી જૂનથી ઓખાથી ઉપડતી ભાવનગર ટમનસ ટ્રેનમાં થર્ડ એસી કોચ કારમી ધોરણે લાગેલો રહેશે. હાલ આ કોચ અસ્થાયી રૃપે ટ્રેનમાં જોડાયેલો છે. કોચ કાયમી ધોરણે જોડાયા બાદ મુસાફરોને વધુ આરક્ષિત બેઠકોની સુવિધા મળશે. જેનો લાભ લેવા ભાવનગર ડીઆરએ  દિનેશ વર્માએ અનુરોધ કર્યો છે.