Gujarat

અમદાવાદમાં કોરોનાના નવા ૬૪ કેસ નોંધાયા

By GS Team
2 Mar 20221 min read
This article was originally published on 2 Mar 2022
અમદાવાદમાં કોરોનાના નવા ૬૪ કેસ નોંધાયા

        અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022

અમદાવાદમાં મંગળવારે કોરોનાના દૈનિક કેસમાં છ કેસનો વધારો થતા નવા ૬૪ કેસ નોંધાયા હતા.એક દિવસ બાદ ફરી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતુ.૧૫૭ દર્દી સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.શહેરના તમામ રસીકરણ કેન્દ્ર ઉપરથી ૬૮૩ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૪૯૨૨ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.૫૩૫ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.કુલ મળીને ૬૧૪૦ લોકોને કોરોના રસી અપાઈ હતી.૧૫ થી ૧૮ વયના બાળકો પૈકી ૧૨૬ બાળકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૧૫૩૫ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.