Gujarat

કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત

By GS TEAM
6 Nov 20251 min read
કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત

કલોલ :  કલોલના ખાત્રજ પાસે પૂરપાટ નીકળેલા અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન ગફલત ભરી રીતે હંકારીને રાહદારી યુવકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે પોલીસે ફરાર થઈ ગયેલા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ પાસેના ખાત્રજ ગામે આવેલા પટેલ પ્લાસ્ટિકમાં નોકરી કરતો પિન્ટુ ફુલચંદ નિશાદ નામનો યુવક રાજનગર ચોકડી પાસેથી ચાલતા પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી અજાણ્યા વાહન ચાલે કે તેનું વાહનપુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને યુવકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો બનાવ અંગે પોલીસે વિક્રમ દેશરાજ નિશાદની ફરિયાદના આધારે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.