Gujarat

વડોદરા: 346 બેઠક પર 940 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ

By GS TEAM
26 Apr 20262 mins read
TukuTouch Logo
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ વડોદરા કોર્પોરેશનની 392 બેઠકમાંથી 46 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી જેથી 346 બેઠક પર કુલ-940 ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હરીફાઈમાં ઉતર્યા છે. જેઓના ભાવિ નક્કી કરવા મતદારો સવારે સાત વાગ્યાથી મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: 346 બેઠક પર 940 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ વડોદરા કોર્પોરેશનની 392 બેઠકમાંથી 46 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી જેથી 346 બેઠક પર કુલ-940 ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હરીફાઈમાં ઉતર્યા છે. જેઓના ભાવિ નક્કી કરવા મતદારો સવારે સાત વાગ્યાથી મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ કર્યું છે. 

મતદાનનો આજે સવારે સાત વાગ્યાથી પોલીસના બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. ત્યારે કેટલીક જગ્યાએ ઇવીએમ મશીન ખોટકાયાની ફરિયાદ વહીવટી તંત્રને મળતાની સાથે તુંરત મશીન બદલીને પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું

મતદાનના પ્રારંભમાં જ સિનિયર સિટીઝન હોય કે નોકરી કે ધંધા પર જતા પહેલા મતદારોએ મતદાન કર્યું હતું જેથી સવારથી મોટાભાગના મતદાન મથકો પર કતાર લાગવાની શરૂઆત થઈ હતી. જ્યારે મતગણતરી તા. 28 એપ્રિલ, 2026 મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા જિલ્લા પંચાયત 8 તાલુકા પંચાયતમાં (1)પાદરા (2), કરજણ (3), શિનોર (4), સાવલી (5), દેસર (6), વડોદરા (7), વાઘોડિયા (8) તેમજ 4 નગરપાલિકા જેમાં ડભોઈ (1), પાદરા (2), સાવલી (3), વાઘોડિયા (4) તથા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. 

આ ચૂંટણી અંતર્ગત કુલ 2406 મતદાન મથકો મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 21,95,738 મતદારો નોંધાયેલા છે, જેમાં 11,16,473 પુરુષ મતદારો, 10,79,384 સ્ત્રી તથા 111 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પારદર્શક રીતે યોજવામાં આવી રહી છે.જેમાં કુલ 5442 બેલેટ યુનિટ અને 4290 કંટ્રોલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 8 બેઠકો પર તથા ડભોઇ નગરપાલીકા ખાતે 14થી વધુ ઉમેદવાર નોંધાયેલા હોવાથી ત્યાં ૨ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં 440 ફોર્મ અમાન્ય ઠર્યા હતા જ્યારે 1080 ફોર્મ માન્ય થયા હતા કુલ-94 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા હતા જેથી 392 બેઠકમાંથી 46 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી જેથી 346 બેઠક પર કુલ-940 ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હરીફાઈમાં ઉતર્યા છે. જેઓના ભાવિ નક્કી કરવા મતદારો સવારે સાત વાગ્યાથી મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ કર્યું છે

મતદાન અને મતગણતરી બન્ને દિવસ માટે જિલ્લા કક્ષાએ ફોન નંબર

0265-2427592 કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં ચૂંટણી કામગીરી સુચારૂ રીતે પાર પાડવા માટે કુલ 13,234 પોલીંગ સ્ટાફ અને 7939 પોલીસ સ્ટાફની નિયુક્ત કરવામાં આવ્યા છે.