Gujarat

જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો

By GS TEAM
13 Mar 20261 min read
જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં  ચાલતા જુગારના અડ્ડા પર દરોડો

અમદાવાદ, શુક્રવાર

શહેરના જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં પીસીબીએ દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડ અને કાર સહિત કુલ રૂપિયા ૨૫ લાખના મુદ્દમાલ સાથે ઝડપી લીધા હતા.  વિસ્મય પંડયા નામનો વ્યક્તિ જુગારીઓ પાસે સેશન પ્રમાણે કમિશન લઇને જુગારનો અડ્ડો ચલાવતો હતો.

જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રહેતો વિસ્મય પંડયા નામનો વ્યક્તિ બહારથી લોકોને બોલાવીને સેશન પર કમિશન લઇને મોટાપ્રમાણમાં જુગારનો અડ્ડો ચલાવતો હોવાની માહિતી પીસીબીને મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજા  અને સ્ટાફે દરોડો પાડીને તપાસ કરતા ફ્લેટમાં વિસ્મય પંડયા તેમજ અન્ય ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. દાવ પર તેમજ અંગજડતીમાં રોકડ મળી આવી હતી.  વિસ્મયના ઘરે જુગાર રમવા આવેલા શખ્સોની પુછપરછ કરતા તેમના નામ પ્રકાશ પંચાલ (રહે. સત્વ હોમ્સ, રાણીપ), રમેશ દલવાડી (રહે.આશ્રય એપાર્ટમેન્ટ, સાબરમતી), ભાવીન પટેલ (રહે.ગણેશ સોપાન ફ્લેટ, ન્યુ રાણીપ) અને વાલજી ટાંક (રહે.વિક્ટોરી સનરાઇઝ, ન્યુ ગોતા) હોવાનુંજાણવા મળ્યું હતું. વિસ્મય પંડયા તેમની પાસેથી સેશન દીઠ પાંચસો થી એક હજાર રૂપિયા લેતો હતો અને તેના બદલમાં સુવિદ્યા આપતો હતો. પોલીસે રોકડ  અને ચાર કાર સહિતનો ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે.