Gujarat

ગોંડલની રાજનીતિમાં નવો દાવ! કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા

By GS TEAM
30 Oct 20251 min read
TukuTouch Logo
ગોંડલની રાજનીતિમાં નવો દાવ ખેલાવા જઈ રહ્યો છે. કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. કેજરીવાલે ખેસ પહેરાવી જિગીષા પટેલનું કર્યું સ્વાગત હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલની રાજનીતિમાં નવો દાવ! કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા

Jigisha Patel joins AAP : ગોંડલની રાજનીતિમાં નવો દાવ ખેલાવા જઈ રહ્યો છે. કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. કેજરીવાલે ખેસ પહેરાવી જિગીષા પટેલનું કર્યું સ્વાગત હતું. 

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ફાર્મ ખાતે જિગીષા પટેલ આજે 30 ઓક્ટોબરના રોજ વિધિવત રીતે રાજકારણમાં જોડાયા છે.  આ દરમિયાન  ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા. 

આ પણ વાંચો: જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

AAPમાં જોડાવવા મામલે જિગીષા પટેલે જણાવ્યું હતું કે, 'ઘણા વર્ષોથી સમાજ માટે લડી રહી છું, ત્યારે વડીલોએ મને રાજકારણમાં ઝંપલાવવા કહ્યું હતું. અંતે મે AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો. AAP સાથે લોકો ભરોસાથી જોડાઈ રહ્યા છે, ત્યારે હવે પરિવર્તન આવશે.'