Gujarat

વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું

By GS TEAM
11 May 20261 min read
વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું

વડોદરાઃ શહેરના હરણી રોડ વિસ્તારમાં વડાપ્રધાનના રોડ શો ની તૈયારીઓને કારણે  અનેક લોકોને હેરાનગતિ થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ,આજે રોડ શો હતો તે પહેલાં એરપોર્ટ ખાતે વાહનોની એન્ટ્રી બંધ કરાતાં અનેક મુસાફરોને સામાન સાથે ચાલતા જવું પડયંુ હતું.

આવી જ રીતે એક દિવસ પહેલાં રેલિંગ નાંખવામાં આવી હતી.જેમાં કેટલીક દુકાનો પાસે પણ રેલિંગ અગાઉથી નાંખવામાં આવી હોવાથી તેમને હેરાનગતિ થઇ હતી.રોડ શો શરૃ થાય તે પહેલાં એક એમ્બ્યુલન્સ પણ અટવાઇ હતી.જેને લોકોએ રસ્તો આપી અને પોલીસે બેરીકેડ ખસેડી જવા દીધી હતી.